Kitchen Tips


Tips for Gujarati Housewives

posted Dec 13, 2014, 2:36 AM by Gujarati Rasoi   [ updated Dec 13, 2014, 2:37 AM ]

kitchen

હેલ્લો સહેલીઓ, આ પેઇજ પર તમને કિચન / રસોડુંમાં ઉપયોગી થાય તેવી થોડી ટીપ્સ આપી છે જે ઉપયોગી થશે. જો તમારી પાસે આવી કોઇ ટીપ્સ હોય તો આપણી વેબસાઇટના Contact પેઇજ પર જરૂરથી મોકલશો, અમે તેને તમારા નામ સાથે પ્રસિદ્ધ કરીશું.


• રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.

• ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.

• મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.

• પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.

• કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.

• અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.

• ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહી થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.

• ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.

• દાળ – ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે તો તેમાં થોડું ઘી અથવા તેલ નાખવાથી ઊભરો બેસી જશે.

• તાજા બ્રેડને ભીની છરીથી કાપવાથી બ્રેડ આસાનીથી કપાઈ જશે.

• રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે અને ભરેલા રીંગણાનું શાક જલદી તૈયાર થઈ જશે.

• ભરેલા પરવળ બનાવવા પરવળમાં કાપા કરી તેને પાણીમાં કાચા પાકા બાફી તેમાં મસાલો જલ્દી ભરાશે અને પર્વળ તૂટશે નહીં.

• ઘી બળી જાય તો તેમાં કાચું બટાટું નાખી હલાવવાથી ઘી સાફ થશે.

• વાસી ભાતને તાજા બનાવવા વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા અને તેની ઉપર તાજા ભાત મૂકવાથી વાસી ભાત તાજા બની જશે.

• અથાણાંને કાચની બરણીમાં ભરવાથી બગડતાં નથી.

• સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં મૂકી ફ્રિજમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહે છે.

કાપેલા ફળોને લાંબો સમય ફ્રેશ કેમ રાખશો?

posted Dec 5, 2012, 11:21 AM by Bindiya Patel   [ updated Dec 5, 2012, 11:22 AM ]

fruits

એક સચોટ સલાહ: ફળોને લાંબા સમય સુધી કાપેલા ક્યારેય ન રાખવા જોઇએ. પણ ક્યારેક એવું કરવું પણ પડે તો તેની તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. આવા મામલામાં તમે નીચેની રીતો અપનાવીને કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો. 


સફરજન - જો તમે સફરજન કાપો છો અને તેને લાંબા સમય સુધી તાજા રાખવા ઇચ્છો છો તો તમારે કેટલીક સાધારણ બાબતોને અનુસરવી પડશે. જેમ કે, સફરજનનો ટૂકડો લઇ તેને પાર ઍપલ સાઇડર વિનેગર લગાવી દો અને તેને કન્ટેનરમાં મૂકી દો. જો ઍપલ સાઇડર વિનેગર નથી લગાવવું કે તે ઉપલબ્ધ નથી તો અન્ય કોઇ સરકાનો પ્રયોગ કરો. તે સફરજનને લાંબા સમય સુધી તાજા રાખશે. તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. 

એવાકાડો - એવાકાડોને કાપીને તેના પર લીંબુનો રસ મિક્સ કરો અને તેને ફ્રિઝમાં કોઇ એર ટાઇટ કન્ટેનરમાં રાખી દો. આનાથી એવાકાડો લાંબા સમય સુધી બિલકુલ ફ્રેશ રહેશે. 

જામફળ - જામફળને કાપીને રાખવામાં આવતા તે જલ્દી ભૂરા પડી જાય છે કારણ કે તેમાં આયર્નના તત્વ બહુ વધારે હોય છે. કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો આ સમસ્યા નહીં નડે. 

પપૈયું - એક સાફ રેપિંગ શીટમાં કાપેલા પપૈયાના ટૂકડાને રાખો અને ત્યારબાદ ફ્રિઝમાં મૂકો. આનાથી પપૈયું લાંબા સમય સુધી તાજુ રહેશે. 

લીંબુ - લીંબુને કાપ્યા બાદ તેને એક પોલીથીન બેગમાં રાખો અને બાંધી દો. આનાથી થોડા દિવસો માટે લીંબુનો રસ જળવાઇ રહેશે. 

તરબુચ - કાપેલા તરબુચના ટૂકડાંને એક પ્લાસ્ટિકની પોલીથીનમાં રાખી દો, આનાથી તે તાજા રહેશે. 

અનાનસ - જો તમે અનાનસના ટૂકડાંને કોઇ પ્લાસ્ટિકની પોલીથીનમાં બાંધી રાખશો તો આના કાપેલા ટૂકડાં ઘણાં દિવસો સુધી ફ્રેશ રહેશે.

કિચન / રસોડુ સાફ રાખવાના ઉપાયો

posted Nov 12, 2012, 9:19 PM by Bindiya Patel   [ updated Nov 12, 2012, 10:02 PM ]

Kitchen

રસોઇ કરતી વખતે થોડું ઘણું ખાદ્યધાન રસોડામાં નીચે કે પ્લેટફોર્મ પર પડતુ હોય છે જેનાથી લાદી ચીકણી થઇ જાય છે. અને તેના પર ચાલવાથી પગ ચોંટે છે.

અહી ગૃહિણીઓને ઉપયોગી થાય તેવી કિચન સાફ રાખવાની થોડી ટીપ્સ આપી છે. આ ટીપ્સના ઉપયોગથી કિચનને ટીપટોપ રાખવામાં ગૃહિણીઓને ચોક્ક્સ મદદ થશે.

તો રાહ શેની જુઓ છો?, નીચે આપેલી ટીપ્સ વાંચો અને આજે જ અજમાવો તમારા કિચન પર...


કિચનને ટીપટોપ રાખવાના સરળ ઉપાયો:
 • રસોઇ બનાવતા પહેલા તથા પછી ચૂલાને સાફ કરવાની આદત રાખવી. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે. 
 • પરિવારના દરેક સભ્યને જમ્યા બાદ ખાધેલી થાળી કે પ્લેટ સિન્કમાં રાખવાની આદત પાડવીએટલું જ નહીં સિન્કમાં રાખેલા વાસણોને ધોતા પહેલાં તેમાંથી એંઠવાડ કાઢવો જરૂરી છે જેથી સિન્કની પાઇપમાં કચરો ભરાઇ ન જાય.એઠા વાસણોને રાખવા માટે સિન્કની બાજુમાં એક ટેબલ રાખી શકાય અથવા તો એક મોટા ટબમાં એંઠા વાસણો રાખવા જેથી સિન્કમાં એંઠવાડ પડવાની શક્યતા ન રહે. એંઠા વાસણો લાંબા સમય સુધી એમ જ પડ્યા રહેવાના હોય તો તેમાં પાણી નાખીને રાખવા અથવા તો સાદા પાણીથી વીછળીને રાખવા.
 • રસોડામાં રોજના વપરાશમાં આવતા વિદ્યુત ઉપકરણોને કેબિનેટમાં વ્યવસ્થિત રાખવા. જેથી રસોડાનું પ્લેટફોર્મ મોટું દેખાય અને વિદ્યુત ઉપકરણો પણ સ્વચ્છ રહે. 
 • રસોઇ બનાવતી વખતે ખાદ્ય પદાર્થો ઢોળાયા હોય તો તરત જ સાફ કરવા. ખાતી વખતે જમીન પર કે ડાઇનંિગ ટેબલ પર ઢોળાયુ ંહોય તો તરત જ લૂછી નાખવું. પરિવારના એક સભ્યને આ કામ સોંપી દેવું.
 • શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા.
 • બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરે નહીં.
 • શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં. 
 • દાળ,મસાલાના ડબ્બા, લોટના ડબામાં રાખેલી વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરવું.
 • રસોઇ અને જમ્યા બાદ રસોડામાં તેમજ ડાઇનંિગ રૂમમાં ફિનાઇલનું પોતુ ંકરવું. 
 • રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચગુણવક્તા યુક્ત હોવો જોઇએ જેથી સિન્કમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે.
 • કિચન કેબિનેટ તેમજ રસોડાના પ્લેટફોર્મના ખાના મહિને એકાદ વાર લૂછવા.

1-3 of 3