બટેટા વડા

posted Nov 5, 2016, 6:33 AM by Bindiya Patel   [ updated Nov 5, 2016, 6:34 AM ]

ઘણા સમયથી ગુજરાતી રસોઇ વેબસાઈટના ફીડબેક ફોર્મ પર બટેટા વડા બનાવવાની રીત માટેની ફરમાઇશ મળતી હતી. આજે ઘણા સમય પછી ફૂરસદ મળ્યે તેની રેસિપી અહી પબ્લીશ કરુ છું. આશા છે સૌને ઉપયોગી થશે.

સામગ્રી

 • ૨૫૦ ગ્રામ બટેટા
 • ૨૦૦ ગ્રામ ચણા નોલોટ
 • આદુ મરચા ની પેસ્ટ
 • ગરમ મસાલો
 • લીંબુનો રસ
 • ખાંડ
 • મીઠું
 • હળદર
 • લાલ મરચું
 • હિંગ
 • તેલ

બનાવવાની રીત

 • સૌ પ્રથમ બટેટા ને બાફી  અને  છુંદી નાંખો ત્યારબાદ બટેટા ના પુરણ માં ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ ,૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ખાંડ, ૧ ચમચી લીંબુ નો રસ, સ્વાદ અનુસાર મીઠું નાંખો.
 • હવે એક નાના લોહીયામાં એક ચમચી તેલ મૂકી ગરમ કરવા મુકો. તેમાં અડધી ચમચી  રાઇ નાંખો. ગરમ તેલને પુરણમાં નાંખી દો. હવે તેને બરાબર મિલાવી નાના લુવા વાળી લ્યો.
 • ત્યારબાદ ચણા ના લોટ માં ૧ ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચી ખાંડ અને પાણી નાંખી ઘોળ તૈયાર કરો.
 • હવે એક લોહીયામાં તેલ ગરમ કરવા મુકો
 • ચણા ના લોટ માં એક એક  લુવા બોળી ગરમ તેલ માં નાંખો.
 • શરૂઆતમાં ગેસ નો તાપ વધુ રાખી, પછી ધીમો કરવો.
 • સરસ રીતે તળાય જાય એટલે નીતારી કાઢી લેવા

આટલુ કર્યા બાદ બટેટા વડાને લીલી તથા લાલ ચટણી સાથે ડીસમાં પીરસી ગરમા ગરમ ખાવાનો આનંદ લો... 

Basundi / બાસુંદી

posted Dec 13, 2014, 2:48 AM by Gujarati Rasoi   [ updated Dec 13, 2014, 2:49 AM ]

basundi

બાસુંદીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય. કોઇ લગ્ન પ્રસંગમાં આપણે ઘણીવાર આ વાનગીનો સ્વાદ લીધો હોય છે. તો ચાલો આજે આપણે આ વાનગીની રેસીપી જોઇએ. આ વાનગી બનાવ્યા બાદ તમારા અનુભવ અમારી સાથે જરૂરથી શેર કરજો.


સામગ્રી:

 • દૂધ - 2 લિટર
 • ખાંડ - 150 ગ્રામ
 • ચારોળી- 25 ગ્રામ
 • લીલી ઈલાયચી - 1/2 ટેબલસ્પૂન

બનાવવાની રીત:

 • એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકાળો. 
 • તેને ઘટ્ટ થવા દો. તેને સતત હલાવતા રહો જેથી તે તળિયા સાથે ચોંટી ન જાય.
 • તેમાં ચારોળીના દાણા અને ખાંડ ઉમેરો. 10 મિનીટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો.
 • તેમાં લીલા ઈલાયચીનો પાવડર નાંખો. થોડી વાર ઠંડુ થવા દો અને પછી સર્વ કરો.

સાબુદાણાની ખીચડી / Sabudana Khichdi

posted Dec 5, 2012, 6:51 AM by Bindiya Patel   [ updated Dec 5, 2012, 6:52 AM ]

saboodana-khichdi
આપણા ગુજરાતીઓ વ્રતમાં સાબુદાણાની ખીચડી ખાતા હોય છે. આ ખીચડી કેમ બનાવવી તેની રેસીપી અહી આપણી જ ગુજરાતી ભાષામાં અહી પ્રસ્તુત છે. 

આ રેસીપી બનાવી અને અજમાવી જુઓ, વ્રતમાં આ ખીચડી ખાવાનો સ્વાદ જ કઇક ઔર આવશે....


સાબુદાણાની ખીચડી વ્રતમાં સામન્ય આપણે બનાવતા હોય છે. જેમાં મીઠું નો ઉપયોગ પણ આપણે કરતાં હોય છે. પરંતુ તેને બદલે સિંધાલુનો ઉપયોગ કરવો જોઈએ. સાબુદાણા બે પ્રકારના હોય છે. એક મોટા અને એક નાના (સામાન્ય).  જો આપણે મોટા સાબુદાણાનો ઉપયોગ કરવો હોય તો ૧ કલાકને બદલે લગભગ ૮ કલાક તેને પલાળવા જોઈએ. સુપર માર્કેટમાં આ સાબુદાણા Tapioca ના નામથી મળે છે.
નાના સાબુદાણા એકબીજાને ચોંટી જાય છે, જ્યારે મોટા સાબુદાણાની ખીચડી અલગ છુટા દાણાની બને છે.  નાના સાબુદાણા કરતાં મોટા સાબુદાણાની ખીચડી વધુ સારી બંને છે. પરંતુ આ સાબુદાણા સામાન્ય રીતે બધે મળતા નથી.

સામગ્રી

૧૦૦ ગ્રામ સાબુદાણા
૧-૧/૨ ટે.સ્પૂન તેલ અથવા ઘી  (જે પસંદ હોય )
૧/૨ નાની ચમચી જીરૂ
૨-૩ લીલાં મરચા બારીક સમારેલા
૧/૨ નાનો કપ સિંગ દાણા
૫૦ ગ્રામ પનીર (જો તમને પસંદ હોય તો)
૧ નાનું –મધ્ય કદનું બટેટુ
૧/૪ નાની ચમચી મરીનો ભૂકો
મીઠું સ્વાદ અનુસાર
૧ ટે.સ્પૂન બારીક સમારેલી લીલી કોથમીર (જો ફરાળમાં ખાતા હોય તો જ)

રીત

સાબુદાણાને ધોઈને ૧ કલાક માટે પાણીમાં પલાળવા. પલાળી લીધા બાદ વધારાનું પાણી બહાર કાઢી લેવું. જો તમે મોટા સાબુદાણાનો ઉપયોગ કરતાં હોય તો, ૧ કલાકને બદલે ૮ કલાક પલાળવા.
બટેટાને ધોઈને તેની છાલ ઉતારવી અને તેને ચોરસ (એક સરખા બનેતો )નાના નાના ટુકડામાં સમારવા. આજ રીતે પનીરને પણ નાના ટુકડામાં સમારવું.

ભારે તળિયાવાળી કડાઈમાં ઘી / તેલ નાંખી અને ગરમ કરવું. બટેટા જે સમારેલ તેને કડાઈમાં નાંખી આચા ગુલાબી / બ્રાઉન થાય તેમ તાળી લેવા અને બહાર કાઢી લેવા. બટેટા તળી લીધા બાદ,  આજ રીતે પનીરના ટુકડા પણ તળી લેવા અને એક પ્લેટમાં અલગ કાઢી લેવા.
સિંગદાણાનો કરકરો ભૂકો મશીનમાં કરી લેવો. લાસ્સો ન થાય તેનો ખ્યાલ રહે.
બચી ગયેલ ઘી / તેલમાં જીરૂ નાખવું. (ઘી/તેલ ખેચાડી વઘારી શકાય તેટલું જ રાખવું વધારાનું કાઢી લેવું.) અને તે શેકાઈ ગયા બાદ, લીલાં બારીક સમારેલ મરચા નાંખી અને તેને ચાચાની મદદથી હલાવતા જવુ અને સાંતળવા. સીંગદાણાનો ભૂકો નાંખી અને એક મિનિટ સુધી ચમચાની મદદથી હલાવતાં જઈને શેકવો. મીઠું અને મરી નાંખી અને બે મિનિટ ફરી શેકવું. ત્યારબાદ, બે ચમચા પાણી નાંખી અને ધીમી આંચથી  (તાપથી) ૭-૮ મિનિટ સુધી પાકવા દેવી. (કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી દેવું)
ત્યારબાદ, ઢાંકણું ખોલી અને ચેક કરવું કે સાબુદાણા નરમ થઇ ગયા છે કે નહિ. જો તમને લાગે કે સાબુદાણા નરમ નથી થયા, તો ૨-ચમચા કે જરૂરી પાણી વધુ નાંખી અને તને વધુ ૪-૫ મિનિટ ધીમી આંચ પર પાકવા દેવી. ત્યારબાદ, તળેલા બટેટા અને પનીર અનાદર નાંખવા અને મિક્સ કરી અને કડાઈ ગેસ પરથી ઉતારી લેવી.
સાબુદાણાની ખીચડીને એક બાઉલ કે વાસણમાં કાઢી અને તેની ઉપર નાળીયેરનો ભૂકો અને બારીક સમારેલ લીલી કોથમીર છાંટવી.
સાબુદાણા ની ખીચાડી ગરમા ગરમ પીર્સ્વાઈ અને ખાવાના ઉપયોગમાં લેવી.

ટીપ

જો તમે નાના સાબુદાણાનો ઉપયોગ કરતા હોય તો તેને સૌ પ્રથમ થોડા શેકી લેવા અને પછી તેને જેટલા પાણીમાં ડૂબી શકે તેટલા જ પાણીમાં પલાળવા તેથી તે ચિકાસ નહિ પકડે અને ખીચડી ચિપકશે નહિ.

ફરસી પુરી / Farsi Puri

posted Dec 5, 2012, 6:38 AM by Bindiya Patel   [ updated Dec 5, 2012, 6:39 AM ]

Farsi Puri


ગુજરાતીઓને નાસ્તામાં ફરસી પુરી ખુબ પસંદ પડે... ખરુ ને? તો ચાલો આજે ફરસી પુરી બનાવવા માટે તેની રેસીપી આપણી ગુજરાતી ભાષામાં જ જાણી લઇએ...સામગ્રી

મેંદો 
- ૫૦૦ ગ્રામ રવો 
- ૧૫૦ ગ્રામ અજમો 
- ૧ મુઢ્ઢી બેકિંગ પાઉડર 
- અડધી ચમચી મીઠું 
- સ્વાદ મુજબ તેલ 
- ૧ ચમચો (મોણ માટે) 
તેલ - તળવા માટે.


રીત

-સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો. 
-મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. 
-તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. 
-તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લૂઓ બનાવો. 
-તે પછી નાના નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. 
-આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો

દમ આલુ

posted Nov 12, 2012, 8:44 PM by Bindiya Patel   [ updated Dec 5, 2012, 6:38 AM ]

dum aaloo
દમ આલુ  - શાક સૌને પસંદ પડે અને બાળકો તો  વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ…
સામગ્રી :

૪૦૦ ગ્રામ નાના બટેટા (બેબી પોટેટો- બટેટી) (૧૨-૧૪ નંગ)

૧ નંગ આદુનો ટુકડો (૧ ઈંચનો )

૩-૪ નંગ ટમેટા (મધ્યમ કાળ –આકારના)

૨ નંગ લીલા મરચા

૨ ટે.સ્પૂન રિફાઈન્ડ તેલ (બટેટા તળવા માટે)

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૨ નાની ચમચી હળદર પાઉડર

૧ નાની ચમચી ધાણા પાઉડર

૫૦ ગ્રામ ક્રીમ / મલાઈ (૧/૪ –કપ)

૨૫-૩૦ નંગ કાજૂ

૫૦ ગ્રામ તાજું દહીં (૧/૪-કપ જો તમને પસંદ હોઈ તો જ)

૧/૪ નાની ચમચી મરચાનો પાઉડર

૧/૪ ચમચી (થોડો ઓછો) ગરમ મસાલો

૧ ટે.સ્પૂન લીલી કોથમીર બારીક સમારેલી

મીઠું સ્વાદાનુસાર


રીત :


બટેટા/ બટેટી ને ૧/૨ નાની ચમચી મીઠું પાણીમાં નાખી તેમાં બાફી લેવા. બટેટા બફાઈ ગયા બાદ, ઠંડા પડી ગયા બાદ, તેની છાલ ઉતારી લેવી. બટેટામાં કાંટા/ છરીની મદદથી નાના નાના કાણા પાડી આપવા.

એક કડાઈમાં તેલ લેવું., બટેટાને આછા બ્રાઉન કલર આવે તેમ તળી લેવા અને તળેલા બટેટા અલગથી એક પ્લેટમાં રાખવા. જો તમે ઈચ્છો તો કાચા બટેટાની છાલ ઉતારી અને ઉપર તેલ લગાવી માઈક્રોવેવ ઓવનમાં પણ બાફી શકો છો.

કાજૂને ૧/૨ કલાક એક વાસણમાં પાણી લઇ પલાળી રાખવા. ત્યારબાદ, મિક્સરમાં ટામેટા, લીલા મરચાં, આદું અને પલાળેલા કાજૂના પીસ કરી અને તેમાં નાખી અને બધાને બારીક પીસી લેવું.

એક કડાઈમાં તેલ લઇ અને ગરમ કરવું. ત્યારબાદ, સૌથી પહેલાં તેમાં જીરૂ નાખવું, ત્યારબાદ, હળદર પાઉડર, ધાણા પાઉડર અને ટામેટા કાજૂની પેસ્ટ અને ક્રીમ નાખવું. બધાજ મસાલાને ચમચાની મદદથી હલાવતાં રહેવું અને ગ્રેવી ને પાકવા દેવી.

(જો તમે કાંદા – લસણનો વપરાશ કરવા માંગતા હો તો તેલ કડાઈમાં નાખ્યા બાદ, કાંદાને જીણા સમારી ને નાખવા અને તેને સંતાડવા આછા બ્રાઉન કાલર થઇ ગયા બાદ, લસણની પેસ્ટ નાખવી અને બાકીના મસાલા ઉપર દર્શાવ્યા મુજબ ક્રમ અનુસાર નાખવા)

ઉપરોક્ત મસાલામાં લાલ મરચાનો પાઉડર અને મીઠું પણ નાખી દેવું.

જ્યારે ગ્રેવીની સપાટી ઉપર મસાલામાંથી તેલ અલગ તરીને બહાર સપાટી ઉપર દેખાવા લાગે, ત્યાર બાદ, દહીંને મિક્સીમાં એક વખત ફેરવી એક રસ બનાવી અને ધીરે ધીરે કડાઈમાં નાખતા જવું અને ચમચાની મદદથી ઉફાળો ના આવે ત્યાં સુધી હલાવતાં જવું જેથી દહીંના ફોદા થઇ ના જાઈ. દમ આલુ ની ગ્રીવી જેટલી તમે ઘટ કે પતલી રાખવા માંગતા હોય, તેમ તેમાં પાણી અંદર ઉમેરી કે ઘટાડી શકાય છે.

ઉફાળો હવે આવે ત્યાં સુધી ચમચાની મદદથી મિક્સ કરતાં રહેવું અને ગ્રેવી ને પાકવા દેવી. ત્યારબાદ ગરમ મસાલો પણ અંદર નાખી અને મિક્સ કરી આપવો. હવે ગ્રેવીમાં બટેટા/બટેટી નાખી અને ૨ – મિનિટ સુધી તેને અંદર પાકવા દેવા. જેથી બટેટી ની અંદર બધો જ મસાલો ચડી જાય /આવી શકે. ત્યારબાદ, ગેસ નો તાપ બંધ કરી આપવો. અને લીલી કોથમીર ૧/૨ ભાગની અંદર છાંટી દેવી. દમ આલુ તૈયાર છે.

તૈયાર દમ આલુ કાચના વાસણમાં કાઢી તેની ઉપર બાકીની લીલી કોથમીર છાંટવી અને સજાવટ કરવી.

દમ આલુ, નાન, પરાઠા, રોટલી અને ભાત કોઈપણ સાથે પીરસવા અને ખાઈ શકાય અને પીરશો.

મગદાળની કઢી

posted Nov 12, 2012, 8:40 PM by Bindiya Patel   [ updated Nov 12, 2012, 8:48 PM ]

magdaal ni kadhi

ચણાના લોટની કઢી આપણે સૌ બનાવતા હોય છે અને જે આપણે દરેક પસંદ કરતા હોય છે. મગની દાળની કે ચણાની દાળની બનાવેલી કઢી, ચણાના લોટની બનાવેલી કઢી કરતાં એકદમ અલગ જ પ્રકારની સ્વાદિષ્ટ બને છે.

૬ થી ૭ વ્યક્તિઓ માટે
સમય: ૧ કલાકસામગ્રી:

૩૦૦ ગ્રામ મગની દાળ (પાલીસવાળી) (૧-૧/૨ -કપ)

૪૦૦ ગ્રામ દહીં (૨-કપ)

૧-૨ (Pinch) ચપટીક હિંગ

૧/૨ નાની ચમચી જીરું

૧/૨ નાની ચમચી મેથી

૧/૨ નાની ચમચી હળદર (પાઉડર)

૨-૩ નંગ લીલાં મરચાં

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (જો તમે પસંદ કરતાં હોય તો)

૧- ટે.સ્પૂન લીલી કોથમીર (ઝીણી સમારેલી)

તેલ (કઢી તેમજ તેમાં મૂકવા માટેના ભજીયા (મૂઠિયા) તળવા માટે)

રીત:

મગની દાળ સાફ કરી, ધોઈ અને ૨ થી ૩ કલાક માટે પલાળવી.

પલાળેલી દાળ ત્યારબાદ, પાણીમાંથી બહાર કાઢી અને મિક્સીમાં અથવા કૂંડી -ધોકાથી ઝીણી પીસવી. પીસાયેલી દાળ ને બે ભાગમાં વેહેંચવી.

દાળના એક ભાગમાં દહીં ફેંટીને નાંખવું અને તેને મિક્સ કરવું. સાથે સાથે ૨ (બે) લીટર પાણી નાંખી અને કઢી માટે તૈયાર કરવું.

બીજા ભાગને એક વાસણમાં રાખી તેમાં થોડી લીલી કોથમીર (સમારેલી) નાંખી અને સ્વાદાનુસાર મીઠું, હળદર અને હિંગ (પસંદ હોય તો) નાંખી અને મિક્સ કરવું. જે કઢીમાં નાંખવા માટે ના ભજીયા (મૂઠિયા) નો માવો તૈયાર થશે.

એક કડાઈમાં તેલ લેવું, અને કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકવી. ત્યારબાદ, ગરમ તેલમાં દાળના ભજીયા (મૂઠીયા) મૂકવા અને તળવા. કડાઈમાં એક સાથે જેટલા ભજીયા મૂકી શકાય તેટલાં મૂકી અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી પલટાવતાં રેહવું અને તળવા. અને તળેલા ભજીયા / (મૂઠીયા) એક પ્લેટમાં અલગથી મૂકવા. આમ બધાજ ભજીયા તળી લેવા.

(ભજીયા સિવાય અન્ય રીતે પણ મૂઠીયા મૂકી શકાય છે.)

અન્ય રીત ૧: 

સૌ પ્રથમ પલાળેલી દાળને કૂંડી – ધોકાથી ઝીણી/બારીક પીસવી. ત્યારબાદ, જરૂરી મીઠું,હળદર અને હિંગ (જો તમને પસંદ હોય તો) નાખવી, તેમજ તમને પસંદ હોઈ તો તેમાં ઝીણા સમારેલ લીલાં મરચાં અથવા આદુ મરચાની પેસ્ટ પણ સ્વાદાનુસાર નાંખી અને મિક્સ કરી શકાય. પૂરણમાં બરોબર મિક્સ કરી અને તૈયાર કરવું. (ખાસ ધ્યાન રહે કે દાળ પીસતી સમયે દાળમાં પાણી રેહવું ના જોઈએ.)

ત્યારબાદ, કઢી બનાવવા માટે એક કડાઈમાં /વાસણમાં ૨ ચમચા તેલ મૂકવું અને ગેસ પર કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકવી. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, જીરું /(રાય), અને મેથી નાંખી અને સાંતળવી. ત્યારબાદ, તૂરત જ હળદર પાઉડર, લીલાં સમારેલા મરચાં તેમજ લાલ મરચાં નો પાઉડર નાંખવો. આ મસાલામાં આગળ કઢી માટે તૈયાર કરેલ દહીનું (ઘોરવું) મિશ્રણ નાખવું. કઢીના પાણીને સતત ચમચાથી હલાવતાં રેહવું. આમ, તેજ આગમાં (ગેસ) રાખી અને ઉફાળો આવે ત્યાં સુધી પાકવા દેવી.

ઉફાળો આવ્યા બાદ, તેમાં અગાઉ તળેલા મૂઠીયા /ભજીયા નાખવા અને અને સ્વાદાનુસાર મીઠું નાખવું અને ફરી એક ઉફાળો આવવા દેવો અને ત્યાં સુધી પાકવા દેવી. ફરી ઉફાળો આવે ત્યારબાદ, ગેસ ના તાપ ને ધીમો કરી અને ૨૦ મિનિટ સુધી તેને પાકવા દેવી. વચ્ચે વચ્ચે ૨-૩ મિનિટે તેમાં ચમચાથી હલાવતાં રેહવી. પાકી જશે એટલે વાસણના કિનારે મલાઈ ની જેમ ચીપકેલી લાગશે. બસ, ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો. મગની દાળની કઢી તૈયાર છે.

અન્ય રીત ૨:

અગાઉ જણાવ્યા મુજબ દાળને કૂંડી-ધોકાથી વાટી અને તેમાં સ્વાદ અનુસાર મીઠું, આદુ-મરચાની પેસ્ટ વગેરે નાંખી અને જે પૂરણ તૈયાર કરેલ છે, તેને લઇ અને કઢીનો જ્યારે પેહલો ઉફાળો આવે કે તૂરત જ દાળના હાથેથી કઢીમાં નાના નાના મૂઠિયા મૂકવા. આમ ધીરે ધીરે બધાજ મૂઠીયા મૂકી દેવા. અને કઢી ની સાથે મૂઠીયાને પાકવા દેવા. ખાસ ધ્યાન રહે કે વારંવાર ચમચાથી કઢી હલાવતી સમયે સાવચેતી રાખવી કે મૂઠીયા તૂટીને છૂટા ના પડી જાય. ધીમા તાપે કઢીને પાકવા દેવી.

કઢી પાકી ગયા બાદ, કઢીમાં વઘાર કરવા માટે એક નાના વાટકામાં કે વાઘારીયામાં ૨ (બે) નાની ચમચી તેલ મૂકી અને ગરમ કરવું. ત્યારબાદ, તેમાં ૧/૨ જીરું નાંખવું, જો તમને તીખું પસંદ હોય તો, ૨ -૩ નંગ લીલાં મરચા લંબાઈમાં ચીરી કરી અને સાથે સાથે ૧/૨ ચમચી લાલ મરચું નાંખી અને વઘારનું તેલ કઢી ઉપર નાંખવું. ત્યારબાદ, વધારાની લીલી કોથમીર તેની ઉપર છાંટવી. બસ, મગની દાળ ની કઢી તૈયાર થઈ ગઈ.

ટીપ્સ:

(૧) જો દહીં તાજું અથવા ખાટું ન હોય તો કઢી ખાટી નહિ બંને, આ સમયે કાઢીને ખાટી બનાવવા માટે, એક લીંબુનો રસ કાઢી તેમાં નાંખવાથી કઢી ખાટી અને સ્વાદિષ્ટ બનશે.

(૨)જો તમે ચણાની દાળની કઢી બનાવવા માંગતા હોય તો આજ રીતે મગની દાળની જગ્યાએ ચણાની દાળ નો ઉપયોગ કરવો.

(૩)જો તમે મગની દાળની કે ચણાની દાળની કઢી બનાવવા માંગતા ન હોઈ તો ચણાના લોટની કઢીમા પણ આ જ રીતે ભજીયા કે મુઠીયા મૂકી શકાય.

(૪) મગની દાળના મુઠીયા અન્યરીતે બનાવવા હોય તો મિક્સીમાં ન પીસવું તેને કૂંડી -ધોકા થી વાટવી. જેથી કરી કઠણ ન બનતા નરમ બનશે. અમુક ગૃહણીઓમાં આ કઢી ડબકા કઢી તરીકે પ્રચલિત છે.

(૫) કઢી માં જો તમને પસંદ હોય તો સ્વાદાનુસાર ખાંડ પણ નાંખી શકાય છે જેથી કઢી ગરાસ-ખટાશ વાળાં સ્વાદ વાળી થશે.

1-6 of 6