Recipes‎ > ‎Gujarati Recipes‎ > ‎

ફરસી પુરી / Farsi Puri

posted Dec 5, 2012, 6:38 AM by Bindiya Patel   [ updated Dec 5, 2012, 6:39 AM ]

Farsi Puri


ગુજરાતીઓને નાસ્તામાં ફરસી પુરી ખુબ પસંદ પડે... ખરુ ને? તો ચાલો આજે ફરસી પુરી બનાવવા માટે તેની રેસીપી આપણી ગુજરાતી ભાષામાં જ જાણી લઇએ...



સામગ્રી

મેંદો 
- ૫૦૦ ગ્રામ રવો 
- ૧૫૦ ગ્રામ અજમો 
- ૧ મુઢ્ઢી બેકિંગ પાઉડર 
- અડધી ચમચી મીઠું 
- સ્વાદ મુજબ તેલ 
- ૧ ચમચો (મોણ માટે) 
તેલ - તળવા માટે.


રીત

-સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો. 
-મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. 
-તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. 
-તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લૂઓ બનાવો. 
-તે પછી નાના નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. 
-આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો