Garlic Bread / ગાર્લીક બ્રેડ

posted May 6, 2015, 2:55 AM by Gujarati Rasoi   [ updated May 6, 2015, 2:58 AM ]

garlic bread


નમસ્તે સહેલીઓ, આપના તરફથી ફેસબુક અને ફીડબેક ફોર્મ મારફતે ઘણી બધી કમેન્ટ્સ મળી રહી છે તે બદલ આભાર. બે-ત્રણ સહેલીઓએ ગાર્લીક બ્રેડ / ટોસ્ટ માટેની રેસિપિ માંગી હતી તે અહી પ્રસ્તુત કરું છું.
સામગ્રી :

ચાર સ્લાઇસ બ્રેડ (મોટી),
ચાર કળી લસણ-વાટેલું મીઠું,
મરી સ્વાદ પ્રમાણે,
બે ગ્રામ બટર.

રીત :

બટરમાં વાટેલું લસણ તથા મીઠું અને મરી મિક્સ કરી લેવા. (બટર વધારે ખાતા હો તો બ્રેડની સ્લાઇસ પર જરૃરી બટર લગાડીને) આ પેસ્ટ સપ્રમાણ લગાડવી ટોસ્ટેડ સેન્ડવીચની જેમ બ્રેડની સ્લાઇસ ભેગી કરી શેકી લેવી. આમ બ્રેડની સ્લાઇસ ઉપર પેસ્ટ લગાડી ગ્રીલ પણ કરી શકાય.

કેટલાક લોકો ટોસ્ટ બનાવી, આવી પેસ્ટ લગાવી જરાક ગ્રીલ પણ કરીને ખાય છે. આવી પેસ્ટ લગાડેલી સ્લાઇસ (નાના) ઓવનમાં પણ ટોસ્ટ (શેકી) કરી વાપરી શકાય.

મટર કોફ્તા / Matar Kofta

posted Dec 5, 2012, 10:39 AM by Bindiya Patel   [ updated Dec 5, 2012, 10:42 AM ]

matar kofta

સહેલીઓ, મટર કોફ્તા ઘરે બનાવવા છે? તો વાંચો રેસીપી અને જાતે જ બનાવો મટર કોફ્તા અને તમારી ફેમીલીને કંઇક નવુ ખવડાવ્યાનો અહેસાસ કરાવો... 

બાળકોને આ સબ્જી સારી રીતે પીરસીને આપવાથી તેઓ ચોક્ક્સ પસંદ કરશે.


સામગ્રી

3થી 4 કપ લીલા વટાણા (બાફીને મેશ કરેલા), 3-4 ચમચી ચણાનો લોટ, આદું-લસણની પેસ્ટ અઢી ચમચી, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી જીરું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 કપ તેલ, સ્વાદ અનુસાર મીઠું.


રીત

એક વાટકીમાં પીસેલા વટાણા, ચણાનો લોટ, એક ચમચી આદુ-લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર, લીંબુનો રસ, થોડું મીઠું સારી રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવો અને બાજુમાં મૂકી દો.

એક ફ્રાઇંગ પેન લો અને તેમાં 3/4 કપ તેલ નાંખો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં આ તૈયાર વટણાના ગોળા તળી લો.

હવે આ જ પેનમાં તેલ ગરમ કરો અને જીરું તથા લાલ મરચું પાવડર નાંખો અને વઘાર કરો. જ્યારે વઘાર થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો.

આને 1-2 મિનિટ માટે ચઢવા દો. પછી આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, લીલી કોથમીર પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો અને મીઠું નાંખો. ત્યારબાદ તેમાં 3-4 કપ પાણી નાંખો અને ઉકળવા દો.

હવે ફ્રાઇંગ પેનમાં તળેલા કોફતા નાંખો અને 4 મિનિટ સુધી સામાન્ય આંચે ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારા મટરના ફોકતા.

સાભાર: વેબદુનિયા

પાણી-પુરી / Pani-Puri

posted Dec 5, 2012, 6:45 AM by Bindiya Patel   [ updated Dec 5, 2012, 6:46 AM ]

pani puri

પાણી પુરીને તમે ગોલગપા કહો કે પૂચકા  (કલકત્તા), નામ સાંભળતા જ મોઢામાં પાણી છૂટે. ગોલગપા,પૂચકા જેવા નામથી પણ પાણી પુરીને ઓળખવામાં આવે છે.

ચાલો આજે આપણે ઘરે જ પાણી પુરી બનાવીએ અને ટેસ્ટ કરીએ...


પાણી પુરીની પુરી ઘઉંના લોટની અથવા રવો અને ઘઉંના લોટની (બંને સરખા હિસ્સે લેવો) અથવા ફક્ત રવાની પાણી પુરી બનાવી શકો છો.
આજે આપણે અહીં લોટ અને રવાની (સૂજીની) પાણી પુરી બનાવીશું.
હાલ તો રેડી ફૂડ પેકેટનો જમાનો આવી ગયો છે, એટલે આ બધી મેહનત ના કરવી હોય તો પુરી નું પેકેટ બજારમાંથી કે મોલમાંથી તૈયાર લઇ અને ઘેર, બાફેલા બટાકા ને સમારી, ચણા, મીઠી ચટણી તેમજ પાણી બનાવી ને પણ ખાઈ શકાય છે, અને તે પણ ના કરવું હોય તો પાણી, ચણા,પુરી ચટણી પણ તૈયાર મળે છે તે લઈને પણ ખાઈ શકાય છે.
પરંતુ જો તમે ઈચ્છો તો પુરી ઘરમાં બનાવી અને તાજે તાજી પુરી પણ ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરમાં પાણી પુરી બનાવીશું.

સામગ્રી (પુરી‌ બનાવવા માટે)

૧ – કપ ઘઉંનો લોટ અથવા મેંદા નો લોટ (૧-કપ =૨૦૦ ગ્રામ)
૧ કપ રવો (સૂજી)
૧ ટે.સ્પૂન તેલ
૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર
તળવા માટે જરૂરી તેલ

રીત (પુરી બનાવવા માટે) - 1

લોટ, રવો અને બેકિંગ પાઉડર તેમજ તેલને સરખી રીતે મિક્સ એક વાસણમાં કરી દેવા. પાણીની મદદથી ( સોડા ના પાણીથી પણ બાંધી શકાય છે) ખૂબજ મસળી અને થોડો પુરીના લોટ કરતાં સખત / કકઠણ લોટ બાંધી દેવો/ગૂંથવો. અને લોટને એક કપડું ધનાકી અને ૨૦ મિનિટ સુધી સેટ કરવા અલગ રાખી દેવો.
પાણી પુરી ની પુરી બે રીતે બનાવી શકાય છે.
પહેલી રીત …
ગુંથેલા લોટમાંથી નાના નાના લોઆ/ગોયણા કરી દેવા, અને ત્યારબાદ તણે કપડાથી ધનાકી દેવા (લોટ સૂકાઈ ના જાય તે માટે). ત્યારબાદ, એક  લોઆને લઇ અને તેની પુરી ૨” ઈંચ ના વ્યાસમાં વણવી (ગોળાઈમાં). અને એક પ્લેટમાં રાખી અને કપડાથી ઢાંકી દેવી, આમ બધીજ પુરી વણી લેવી. અને ઢાંકી દેવી.

રીત (પુરી બનાવવા માટે) - 2

ગુંથેલા લોટના મોટા લોઆ પાડી લેવા અને તણે કપડાથી ઢાંકી દેવા. ત્યારબાદ એક લોઆ ને લઇ અને તેની ૧૦” થી ૧૨” ના વ્યાસમાં ગોળ વણવું અને ત્યાર બાદ પુરીના માપની એક વાટકી લઇ અને તેમાં ધીરે ધીરે કાપા પાડી દેવા અને કાપા પડી ગયા બાદ, તે પુરી ને કાઢી લેવી અને કપડાથી ઢાંકી દેવી અને વધારાના લોટે લઇ અને બાકી લોટ સાથે ભેળવી/ મિક્સ કરી દેવો. અને ધીરે ધીરે બધી જ પુરી બનાવી લેવી. અને ઢાંકી દેવી.

બસ પુરી તૈયાર થઇ જાય એટલે હવે તળી લઈએ.
૧]  પાણી પૂરીનો લોટ જ ત્યારે ઝારાની મદદથી રા સખત /કઠણ સામન્ય ઓઉરીના લોટ કરતાં બાંધવો.
૨]  જ્યારે તળો ત્યારે ઝારાની મદદથી થોડી દબાવવાથી તે ફૂલશે.
૩]  પુરી તેલમાં નાખ્યા બાદ, ઝારાની મદદથી ગરમ તેલ કડાઈમાંથી પુરી ઉપર રેડવાથી તે બન્ને બાજુ જલ્દી તળાઈ જશે અને ફૂલશે. બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.
૪]  પુરી જેવી ફૂલે કે તાપ મધ્યમ થી ધીરો કરવો.
બહુ તેજ તાપથી પુરી તળવાથી પણ પુરી નરમ થઇ જશે. અને ગરમ પુરીને પણ ઢાંકવાથી પણ તે નરમ થઇ જાય છે તેથી તેં ખુલ્લી જ રાખવી.
૫]  રવાની પુરી બનાવવી હોય તો તેમાં થોડું તેલ ઉમેરી લોટ બાંધવો અને ૧ કલાક ઢાંકી ને રાખી દેવો.
એક કડાઈમાં તેલ લઈને ગરમ કરવું, ત્યાર બાદ, ૪ થી ૫ પુરી કડાઈમાં નાંખી ઝારાની મદદથી તોધિ દબાવી અને તેલમાં ડૂબાડવી અને ઝારાની મદદથી ગરમ તેલ પુરી પર રેડતા જવું. જેથી પુરી ફૂલી તરત જશે અને જેવી ફૂલે કે ગેસ નો તાપ ધીમો કરી દેવો અને પુરીને પલટાવવી અને બને સાઈડ બ્રાઉન થઇ જાય એટલે કાઢી લેવી. ત્યારબાદ બીજી પુરી તળવી અને આમ બધીજ પુરી તળી લેવી.

બસ, પાણી પુરી ની તમારી પુરી તૈયાર છે.
હવે પાણી પુરી ખાવા માટે પાણી પણ જોઈએ ને.
પાણી પુરીનું પાણી બનાવવાનો સૌથી સરળ ઉપાય જોઈએ તો જલજીરાનો મસાલો લઇ તેણે પાણીમાં મિક્સ કરવો. અને સારો સ્વાદ બનાવવા લીંબુનો રસ અને મીઠું મિક્સ કરવું. પાણી પુરી ખાવાનું પાણી તૈયાર છે.
બાફેલા બટેટા ની છાલ ઉતારી, તેણે સમરી કે મેસ કરી શેકેલું જીરું અને મીઠું મિક્સ કરી દેવું, અથવા લાલ મરચાનો પાઉડર પસંદ હોય તો પણ મિક્સ કરી શકાય છે.
મીઠી ચટણી બનાવી લેવી, ( અહીં બોલ્ગ પર ચટણી ની કેટેગરીમાં દરેક ચટણીની રેસિપી જાણી શકશો.) અને ખાઈ ને સ્વાદ માણવો કે પાણી પુરી કેવી બની છે.
પરંતુ જો તમે પાણી ઘરમાંજ બનાવા ઈચ્છાતા હો તો તેના માટેની સામગ્રી :

સામગ્રી (પાણી બનાવવા માટે)

૧૦૦ ગ્રામ લીલે કોથમીર
૧૦૦ ગ્રામ ફૂદીનો
૪ નાની ચમચી આમલી કે આમ્ચૂરનો પાઉડર અથવા લીંબુનો રસ)
૩-૪ નંગ લીલા મરચા
૧ નંગ આદુ નો  કટકો (૧ ઈંચ નો ટુકડો)
૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (જો તમને તીખાશ પસંદ હોય તો)
મીઠું સ્વાદઅનુસાર

રીત (પાણી બનાવવા માટે)

કોથમીર અને ફૂદીના ના પાન ને ચૂંટી અને પાણીમાં ધોઈ ને સાફ કરી લેવા. બધાજ મસાલા અને ફૂદીના અને કોથમીર ને મિક્સ કરી મિક્સીમાં બારીક પીસી લેવા. પીસી લીધેલા મસાલામાં  ૨ લીટર પાણીમાં મિક્સ કરી દેવું. બસ, તમારી જાતે બનાવેલ પાણી તૈયાર છે.
બસ હવે પાણી પુરી ખાઓ અને ખવડાવો.

સાભાર: http://recipesgujarati.wordpress.com/

મટર પનીર

posted Nov 12, 2012, 9:13 PM by Bindiya Patel   [ updated Nov 12, 2012, 9:13 PM ]

matter paneer

મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું.સામગ્રી :


૨૫૦ ગ્રામ પનીર (Cottage Cheese)

૧/૨ કપ લીલા તાજા વટાણા (Green peas)

૨-૩ નંગ ટામેટા

૨- નંગ લીલા મરચા

૧ -ટુકડો આદુ ( ૧ ઈંચ નો ટુકડો)

૧/૨ નાનો કપ ક્રીમ અથવા ઘરના દૂધની મલાઈ

૨- ટે. સ્પૂન રીફાઈન્ડ તેલ

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૪ નાની ચમચી હળદર

૧- નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ નાની ચમચી (થોડો ઓછો) લાલ મરચાનો પાઉડર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

મીઠું સ્વાદ અનુસાર

૨- ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

રીત :


ટામેટા, લીલા મરચા, આદુ મિક્સરમાં બારીક પીસી લેવા. આ પેસ્ટમાં ક્રીમ/મલાઈ નાંખી ફરી એક વખત મિક્સર ફેરવી લેવું.

પનીર ચોરસ ટુકડામાં સમરી લેવું અને લીલા વટાણાણે ૧/૨ કપ પાણીમાં બાફી લેવા.

એક કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું. ગરમ તેલમાં જીરું નાંખવું. જીરૂ શેકાઈ ગયા બાદ, હળદર, ધાણા પાઉડર, મરચું નાંખી અને ચમચાની મદદથી હલાવતાં જવું અને બરોબર શેકવું / સાંતળવું. હવે તમે અગાઉ જે મસાલો પીસીને તૈયાર કરેલ (પેસ્ટ) તે નાંખી અને તેણે ત્યાં સુધી સાંતળવો / શેકવો કે તેમાંથી તેલ છૂટીને સપાટી ઉપર બહાર દેખાવા લાગે.

મસાલો શેકાઈ ગયા બાદ, તમને જે રીતની ગ્રેવી પસંદ હોય, એટલે કે ઘટ કે પાતળી, તે પ્રમાણે જરૂરી પાણી ઉમેરવું. ગ્રેવીમાં અગાઉ ઉકાળેલ/બાફેલા વટાણા અને સ્વાદ અનુસાર મીઠું નાખવું. ઉફાળો આવ્યા બાદ, પનીર નાંખવું – ૩-૪ મિનિટ સુધી ઉકાળવા દેવું(ગરમ કરવું).

મટર પનીર નું શાક તૈયાર છે. બસ ગેસ બંધ કરી દેવો.

શાકમાં ગરમ મસાલો અને અડધી સમારેલી લીલી કોથમીર નાંખવી. અને શાકને એક કાચના વાસણમાં કાઢી લેવું. બાકીની કોથમીર ત્યાર બાદ, ઉપરથી છાંટવી.

ગરમા ગરમ મટર પનીરનું શાક, નાન – પરોઠા કે રોટલી જે પસંદ આવે તેની સાથે પીરસવું અને ખાવું અને મોજ કરવી.

નોંધ :


જો તમે કાંદા પસંદ કરતાં હોય તો ૧ કાંદાને બારીક સમારી અને જીરૂ સાંતળી લીધા બાદ, કાંદા તેલમાં નાંખવા અને સાંતળવા. આચા બ્રાઉન કલર આવ્યાબાદ, બાકીના મસાલા ક્રમ અનુસાર આગળ બતાવ્યા મુજબ નાખવા.

જો તમે મટર પનીરની ગ્રીવી અલગ અલગ રીતે બનાવવા ઇચ્છતા હો તો, એક જ શાકના અલગ-અલગ સ્વાદ માણી શકો છો.

(૧) ખસખસની ગ્રેવી બનાવવા માટે


૨- ટે.સ્પૂન ખસખસ પાણીમાં ધોઈ અને ૧ કલાક સુધી તેને પલાળી રાખવી. એક કલાક બાદ તેને પીસી લેવી. તેલમાં જીરૂ, હળદર, ધાણા પાઉડર નાંખ્યા બાદ, ખસખસની પેસ્ટ તેમાં નાંખવી અને તેલ તેમાંથી છૂટું પડે ત્યાં સુધી સાંતળવી. ત્યાર બાદ, ટામેટાની પેસ્ટ નાંખી મસાલાને કરી શેકવી અને ગ્રીવે જેટલી ઘટ કે પાતળી રાખવી હોય તે હિસાબથી પાણી તેમજ મીઠું ઉમેરવું અને ગ્રેવી તૈયાર કરવી.

(૨) કાજુની ગ્રેવી બનાવવા માટે


૨- ટે.સ્પૂન કાજુ પાણીમાં ૧/૨ કલાક માટે પલાળી રાખવા. પલાળેલા કાજુને મિક્સરમાં બારીક પીસી અને પેસ્ટ બનાવવી. તેલમાં મસાલા શેકાઈ/ સાંતળી લીધા બાદ, કાજુની પેસ્ટ નાંખી અને તેલ છૂટુ પડી બહાર સપાટી પર આવી દેખાવા લાગે ત્યાં સુધી શેકવી. ત્યાર બાદ, ટામેટાની પેસ્ટ નાંખવી અને અને ફરી વાર મસાલો શેકવો / સાંતળવો અને ગ્રીવી જેટલી ઘટ કે પાતળી બનાવવી હોય તેટલું પાણી તેમજ મીઠું સ્વાદ અનુસાર તેમાં નાખવું.

આમ એક જ શાક અલગ – અલગ ગ્રેવી સાથેના સ્વાદમાં માણી શકશો.

વેજ. કોલ્હાપૂરી (વેજીટેબલ કોલ્હાપૂરી)

posted Nov 12, 2012, 9:06 PM by Bindiya Patel   [ updated Nov 12, 2012, 9:07 PM ]

સામગ્રી :

૬-૭ નંગ કાંદા (ડુંગળી) ના ચોરસ ટુકડા
૬-૭ નંગ કેપ્સીકમ (ગ્રીન પેપર) ના ચોરસ ટુકડા
૬-૭ નંગ ટામેટા ના ચોરસ ટુકડા
૧૧/૨ – કપ બાફેલા શાક ( વટાણા, ગાજર, ફણસી અને ફ્લાવર)
(શાકને મોટા ટૂકડામાં સમારવું)
(બધાજ શાક ને થોડા કડક રહે તેમ બાફવા નરમ ના થઈ જાય તે ધ્યાનમાં રહે.)

૧ ટે.સ્પૂન લસણ વાટેલું (લસણ ની પેસ્ટ)
૩ ટે.સ્પૂન તેલ અથવા બટર
૨ ટે.સ્પૂન કાંદાની ગ્રેવી (Chopped)
૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી (Chopped)
૧ ટી.સ્પૂન ગરમ મસાલો /કિચન કિંગ મસાલો (બંને અડધો ભાગ)
૧ ટી.સ્પૂન કસૂરી મેથી
૧/૨ ટી.સ્પૂન લાલ મરચાનો પાઉડર
થોડો રેડ કલર (પસંદ હોય તો જ )
૧ ટે. સ્પૂન લીલી કોથમીર
૮-૧૦ નંગ પનીર ના ટુકડા (નાના ચોરસ)
૨ નંગ લાલ સૂકા મરચાં
મીઠું સ્વાદ અનુસાર …

રીત:

એક કડાઈમાં તેલ/બટર ગરમ કરવા મૂકો. ત્યારબાદ, સૌ પ્રથમ ૨ નંગ લાલ મરચાને તળી અને તૂરત બહાર કાઢી અલગ રાખો, જેને કારણે તેલ થોડું લાલ થઇ જશે. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, કાંદા, કેપ્સિકમ અને ટામેટાના ટૂકડા નાંખો અને સાંતળો . ત્યારબાદ, કસૂરી મેથી, બાફેલા શાક તમેજ લાલ મરચું પાઉડર,ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો બંને થોડા નાંખવા. અને સાંતળવા. ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર નાખો, અને હવે ૨ ટે.સ્પૂન કાંદા ની ગ્રેવી, અને ૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી ઉંમેરો. (નાખો) થોડા ટીપાં રેડ કલર નાખો.(કલર પસંદ હોય તો જ નાખવો) ત્યારબાદ બાફેલા શાક ભાજી ઉંમેરો અને પનીર ના ટુકડા નાંખી મિક્સ કરો. થોડી વખત માટે શાક ને પાકવા દયો. વેજ કોલ્હાપૂરી શબ્જી તૈયાર છે. ઉપરથી થોડું બટર નાખવાથી સ્વાદ અને સોડમ બંને અલગ જ આવશે. સર્વ કરતાં પહેલાં લીલી કોથમીર છાંટવી ગાર્નીસ કરવું.

વેજ કોલ્હાપૂરી, રોટલી-ચપાટી, નાન કે પરોઠા સાથે પીરસવું. અથવા જીરા રાઈસ કે સાદા રાઈસ સાથે પણ સરસ લાગે છે.

1-5 of 5