Saturday, 5 November 2016

બટેટા વડા / Bateta Vada Recipe in Gujarati

Batata vada recipe in gujarati

ઘણા સમયથી ગુજરાતી રસોઇ વેબસાઈટના ફીડબેક ફોર્મ પર બટેટા વડા બનાવવાની રીત માટેની ફરમાઇશ મળતી હતી. આજે ઘણા સમય પછી ફૂરસદ મળ્યે તેની રેસિપી અહી પબ્લીશ કરુ છું. આશા છે સૌને ઉપયોગી થશે.

સામગ્રી:
 • ૨૫૦ ગ્રામ બટેટા
 • ૨૦૦ ગ્રામ ચણા નોલોટ
 • આદુ મરચા ની પેસ્ટ
 • ગરમ મસાલો
 • લીંબુનો રસ
 • ખાંડ
 • મીઠું
 • હળદર
 • લાલ મરચું
 • હિંગ
 • તેલ
રીત:

 1. સૌ પ્રથમ બટેટા ને બાફી અને છુંદી નાંખો ત્યારબાદ બટેટા ના પુરણ માં ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ ,૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ખાંડ, ૧ ચમચી લીંબુ નો રસ, સ્વાદ અનુસાર મીઠું નાંખો.
 2. હવે એક નાના લોહીયામાં એક ચમચી તેલ મૂકી ગરમ કરવા મુકો, તેમાં અડધી ચમચી રાઇ નાંખો.
 3. ગરમ તેલને પુરણમાં નાંખી દો. હવે તેને બરાબર મિલાવી નાના લુવા વાળી લ્યો.
 4. ચણા ના લોટ માં ૧ ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચી ખાંડ અને પાણી નાંખી ઘોળ તૈયાર કરો.
 5. એક લોહીયામાં તેલ ગરમ કરવા મુકો.
 6. ચણા ના લોટ માં એક એક લુવા બોળી ગરમ તેલ માં નાંખો.
 7. શરૂઆતમાં ગેસ નો તાપ વધુ રાખી, પછી ધીમો કરવો.
 8. સરસ રીતે તળાય જાય એટલે નીતારી કાઢી લેવા.
 9. બટેટા વડાને લીલી તથા લાલ ચટણી સાથે ડીસમાં પીરસી ગરમા ગરમ ખાવાનો આનંદ લો.

Wednesday, 6 May 2015

Garlic Bread / ગાર્લીક બ્રેડ

Garlic Bread recipe in gujarati

નમસ્તે સહેલીઓ, આપના તરફથી ફેસબુક અને ફીડબેક ફોર્મ મારફતે ઘણી બધી કમેન્ટ્સ મળી રહી છે તે બદલ આભાર. બે-ત્રણ સહેલીઓએ ગાર્લીક બ્રેડ / ટોસ્ટ માટેની રેસિપિ માંગી હતી તે અહી પ્રસ્તુત કરું છું.

સામગ્રી:
 • ચાર સ્લાઇસ બ્રેડ (મોટી)
 • ચાર કળી લસણ-વાટેલું મીઠું
 • મરી સ્વાદ પ્રમાણે
 • બે ગ્રામ બટર
રીત:

 1. બટરમાં વાટેલું લસણ તથા મીઠું અને મરી મિક્સ કરી લેવા. (બટર વધારે ખાતા હો તો બ્રેડની સ્લાઇસ પર જરૃરી બટર લગાડીને)
 2. આ પેસ્ટ સપ્રમાણ લગાડવી ટોસ્ટેડ સેન્ડવીચની જેમ બ્રેડની સ્લાઇસ ભેગી કરી શેકી લેવી.
 3. બ્રેડની સ્લાઇસ ઉપર પેસ્ટ લગાડી ગ્રીલ પણ કરી શકાય.
 4. આવી પેસ્ટ લગાડેલી સ્લાઇસ (નાના) ઓવનમાં પણ ટોસ્ટ (શેકી) કરી વાપરી શકાય.

Saturday, 13 December 2014

Kitchen Tips for Housewives in Gujarati

હેલ્લો સહેલીઓ, આ પેઇજ પર તમને કિચન / રસોડુંમાં ઉપયોગી થાય તેવી થોડી ટીપ્સ આપી છે જે ઉપયોગી થશે. જો તમારી પાસે આવી કોઇ ટીપ્સ હોય તો આપણી વેબસાઇટના Contact પેઇજ પર જરૂરથી મોકલશો, અમે તેને તમારા નામ સાથે પ્રસિદ્ધ કરીશું.

 • રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.
 • ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.
 • મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.
 • પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.
 • કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.
 • અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.
 • ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહી થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.
 • ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.
 • દાળ – ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે તો તેમાં થોડું ઘી અથવા તેલ નાખવાથી ઊભરો બેસી જશે.
 • તાજા બ્રેડને ભીની છરીથી કાપવાથી બ્રેડ આસાનીથી કપાઈ જશે.
 • રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે અને ભરેલા રીંગણાનું શાક જલદી તૈયાર થઈ જશે.
 • ભરેલા પરવળ બનાવવા પરવળમાં કાપા કરી તેને પાણીમાં કાચા પાકા બાફી તેમાં મસાલો જલ્દી ભરાશે અને પર્વળ તૂટશે નહીં.
 • ઘી બળી જાય તો તેમાં કાચું બટાટું નાખી હલાવવાથી ઘી સાફ થશે.
 • વાસી ભાતને તાજા બનાવવા વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા અને તેની ઉપર તાજા ભાત મૂકવાથી વાસી ભાત તાજા બની જશે.
 • અથાણાંને કાચની બરણીમાં ભરવાથી બગડતાં નથી.
 • સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં મૂકી ફ્રિજમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહે છે.

બાસુંદી / Basundi recipe in Gujarati

Write recipe photo description here

બાસુંદીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય. કોઇ લગ્ન પ્રસંગમાં આપણે ઘણીવાર આ વાનગીનો સ્વાદ લીધો હોય છે. તો ચાલો આજે આપણે આ વાનગીની રેસીપી જોઇએ. આ વાનગી બનાવ્યા બાદ તમારા અનુભવ અમારી સાથે જરૂરથી શેર કરજો.

સામગ્રી:
 • દૂધ - 2 લિટર
 • ખાંડ - 150 ગ્રામ
 • ચારોળી- 25 ગ્રામ
 • લીલી ઈલાયચી - 1/2 ટેબલસ્પૂન
રીત:

 1. એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકાળો.
 2. તેને ઘટ્ટ થવા દો. તેને સતત હલાવતા રહો જેથી તે તળિયા સાથે ચોંટી ન જાય.
 3. તેમાં ચારોળીના દાણા અને ખાંડ ઉમેરો.
 4. 10 મિનીટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો.
 5. તેમાં લીલા ઈલાયચીનો પાવડર નાંખો.
 6. થોડી વાર ઠંડુ થવા દો અને પછી સર્વ કરો.

Thursday, 6 December 2012

મટર કોફ્તા / Matter Kofta

Matar Kofta recipe in Gujarati

સહેલીઓ, મટર કોફ્તા ઘરે બનાવવા છે? તો વાંચો રેસીપી અને જાતે જ બનાવો મટર કોફ્તા અને તમારી ફેમીલીને કંઇક નવુ ખવડાવ્યાનો અહેસાસ કરાવો. બાળકોને આ સબ્જી સારી રીતે પીરસીને આપવાથી તેઓ ચોક્ક્સ પસંદ કરશે.

સામગ્રી:
 • 3થી 4 કપ લીલા વટાણા (બાફીને મેશ કરેલા)
 • 3-4 ચમચી ચણાનો લોટ
 • આદું-લસણની પેસ્ટ અઢી ચમચી
 • 2 ચમચી લાલ મરચું
 • 1 ચમચી લીંબુનો રસ
 • અડધી ચમચી જીરું પાવડર
 • 1 ચમચી ધાણા જીરું
 • 2 ચમચી હળદર પાવડર
 • 1 ચમચી ગરમ મસાલો
 • 1 કપ તેલ
 • સ્વાદ અનુસાર મીઠું
રીત:

 1. એક વાટકીમાં પીસેલા વટાણા, ચણાનો લોટ, એક ચમચી આદુ-લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર, લીંબુનો રસ, થોડું મીઠું સારી રીતે મિક્સ કરી લો.
 2. તૈયાર મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવો અને બાજુમાં મૂકી દો.
 3. એક ફ્રાઇંગ પેન લો અને તેમાં 3/4 કપ તેલ નાંખો.
 4. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં આ તૈયાર વટણાના ગોળા તળી લો.
 5. આ જ પેનમાં તેલ ગરમ કરો અને જીરું તથા લાલ મરચું પાવડર નાંખો અને વઘાર કરો.
 6. જ્યારે વઘાર થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો અને 1-2 મિનિટ માટે ચઢવા દો.
 7. આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, લીલી કોથમીર પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો અને મીઠું નાંખો.
 8. તેમાં 3-4 કપ પાણી નાંખો અને ઉકળવા દો.
 9. ફ્રાઇંગ પેનમાં તળેલા કોફતા નાંખો અને 4 મિનિટ સુધી સામાન્ય આંચે ચઢવા દો.
 10. ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારા મટરના ફોકતા.

કાપેલા ફળોને લાંબો સમય ફ્રેશ કેમ રાખશો?

એક સચોટ સલાહ: ફળોને લાંબા સમય સુધી કાપેલા ક્યારેય ન રાખવા જોઇએ. પણ ક્યારેક એવું કરવું પણ પડે તો તેની તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. આવા મામલામાં તમે નીચેની રીતો અપનાવીને કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો.

સફરજન - જો તમે સફરજન કાપો છો અને તેને લાંબા સમય સુધી તાજા રાખવા ઇચ્છો છો તો તમારે કેટલીક સાધારણ બાબતોને અનુસરવી પડશે. જેમ કે, સફરજનનો ટૂકડો લઇ તેને પાર ઍપલ સાઇડર વિનેગર લગાવી દો અને તેને કન્ટેનરમાં મૂકી દો. જો ઍપલ સાઇડર વિનેગર નથી લગાવવું કે તે ઉપલબ્ધ નથી તો અન્ય કોઇ સરકાનો પ્રયોગ કરો. તે સફરજનને લાંબા સમય સુધી તાજા રાખશે. તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.

એવાકાડો - એવાકાડોને કાપીને તેના પર લીંબુનો રસ મિક્સ કરો અને તેને ફ્રિઝમાં કોઇ એર ટાઇટ કન્ટેનરમાં રાખી દો. આનાથી એવાકાડો લાંબા સમય સુધી બિલકુલ ફ્રેશ રહેશે.

જામફળ - જામફળને કાપીને રાખવામાં આવતા તે જલ્દી ભૂરા પડી જાય છે કારણ કે તેમાં આયર્નના તત્વ બહુ વધારે હોય છે. કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો આ સમસ્યા નહીં નડે.

પપૈયું - એક સાફ રેપિંગ શીટમાં કાપેલા પપૈયાના ટૂકડાને રાખો અને ત્યારબાદ ફ્રિઝમાં મૂકો. આનાથી પપૈયું લાંબા સમય સુધી તાજુ રહેશે.

લીંબુ - લીંબુને કાપ્યા બાદ તેને એક પોલીથીન બેગમાં રાખો અને બાંધી દો. આનાથી થોડા દિવસો માટે લીંબુનો રસ જળવાઇ રહેશે.

તરબુચ - કાપેલા તરબુચના ટૂકડાંને એક પ્લાસ્ટિકની પોલીથીનમાં રાખી દો, આનાથી તે તાજા રહેશે.

અનાનસ - જો તમે અનાનસના ટૂકડાંને કોઇ પ્લાસ્ટિકની પોલીથીનમાં બાંધી રાખશો તો આના કાપેલા ટૂકડાં ઘણાં દિવસો સુધી ફ્રેશ રહેશે.

Wednesday, 5 December 2012

ફરસી પુરી / Farsi Puri recipe in Gujarati

Farsi puri recipe in gujarat

ગુજરાતીઓને નાસ્તામાં ફરસી પુરી ખુબ પસંદ પડે... ખરુ ને? તો ચાલો આજે ફરસી પુરી બનાવવા માટે તેની રેસીપી આપણી ગુજરાતી ભાષામાં જ જાણી લઇએ.

સામગ્રી:
 • મેંદો
 • ૫૦૦ ગ્રામ રવો
 • ૧૫૦ ગ્રામ અજમો
 • ૧ મુઢ્ઢી બેકિંગ પાઉડર
 • અડધી ચમચી મીઠું
 • સ્વાદ મુજબ તેલ
 • ૧ ચમચો (મોણ માટે)
 • તેલ - તળવા માટે
રીત:

 1. સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો.
 2. મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો.
 3. તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો.
 4. તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લૂઓ બનાવો.
 5. તે પછી નાના નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો.
 6. આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો.