Tuesday, 13 November 2012

વેજ. કોલ્હાપૂરી (વેજીટેબલ કોલ્હાપૂરી) / Veg. Kolhapuri

veg kolhapuri recipe gujarati

પ્રસિદ્ધ ભારતીય વાનગી વેજીટેબલ કોલ્હાપુરી બનાવવા માટેની ગુજરાતી રેસીપિ.

Ingredients:
  • ૬-૭ નંગ કાંદા (ડુંગળી) ના ચોરસ ટુકડા
  • ૬-૭ નંગ કેપ્સીકમ (ગ્રીન પેપર) ના ચોરસ ટુકડા
  • ૬-૭ નંગ ટામેટા ના ચોરસ ટુકડા
  • ૧૧/૨ – કપ બાફેલા શાક ( વટાણા, ગાજર, ફણસી અને ફ્લાવર)
  • (શાકને મોટા ટૂકડામાં સમારવું)
  • (બધાજ શાક ને થોડા કડક રહે તેમ બાફવા નરમ ના થઈ જાય તે ધ્યાનમાં રહે.)
  • ૧ ટે.સ્પૂન લસણ વાટેલું (લસણ ની પેસ્ટ)
  • ૩ ટે.સ્પૂન તેલ અથવા બટર
  • ૨ ટે.સ્પૂન કાંદાની ગ્રેવી (Chopped)
  • ૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી (Chopped)
  • ૧ ટી.સ્પૂન ગરમ મસાલો /કિચન કિંગ મસાલો (બંને અડધો ભાગ)
  • ૧ ટી.સ્પૂન કસૂરી મેથી
  • ૧/૨ ટી.સ્પૂન લાલ મરચાનો પાઉડર
  • થોડો રેડ કલર (પસંદ હોય તો જ )
  • ૧ ટે. સ્પૂન લીલી કોથમીર
  • ૮-૧૦ નંગ પનીર ના ટુકડા (નાના ચોરસ)
  • ૨ નંગ લાલ સૂકા મરચાં
  • મીઠું સ્વાદ અનુસાર…
Instructions:

  1. એક કડાઈમાં તેલ/બટર ગરમ કરવા મૂકો.
  2. સૌ પ્રથમ ૨ નંગ લાલ મરચાને તળી અને તૂરત બહાર કાઢી અલગ રાખો, જેને કારણે તેલ થોડું લાલ થઇ જશે.
  3. તેમાં લસણની પેસ્ટ, કાંદા, કેપ્સિકમ અને ટામેટાના ટૂકડા નાંખો અને સાંતળો.
  4. કસૂરી મેથી, બાફેલા શાક તમેજ લાલ મરચું પાઉડર,ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો બંને થોડા નાંખવા અને સાંતળવા.
  5. મીઠું સ્વાદ અનુસાર નાખો.
  6. ૨ ટે.સ્પૂન કાંદા ની ગ્રેવી, અને ૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી ઉંમેરો.
  7. થોડા ટીપાં રેડ કલર નાખો.(કલર પસંદ હોય તો જ નાખવો)
  8. બાફેલા શાક ભાજી ઉંમેરો અને પનીર ના ટુકડા નાંખી મિક્સ કરો.
  9. થોડી વખત માટે શાક ને પાકવા દયો.
  10. વેજ કોલ્હાપૂરી શબ્જી તૈયાર છે.
  11. ઉપરથી થોડું બટર નાખવાથી સ્વાદ અને સોડમ બંને અલગ જ આવશે.
  12. સર્વ કરતાં પહેલાં લીલી કોથમીર છાંટવી ગાર્નીસ કરવું.
વેજ કોલ્હાપૂરી, રોટલી-ચપાટી, નાન કે પરોઠા સાથે પીરસવું. અથવા જીરા રાઈસ કે સાદા રાઈસ સાથે પણ સરસ લાગે છે.

0 comments:

Post a Comment