Wednesday, 5 December 2012

પાણી પુરી / Pani Puri Recipe in Gujarati

pani puri recipe in gujarati

પાણી પુરીને તમે ગોલગપા કહો કે પૂચકા (કલકત્તા), નામ સાંભળતા જ મોઢામાં પાણી છૂટે. ગોલગપા,પૂચકા જેવા નામથી પણ પાણી પુરીને ઓળખવામાં આવે છે. ચાલો આજે આપણે ઘરે જ પાણી પુરી બનાવીએ અને ટેસ્ટ કરીએ.

સામગ્રી (પુરી‌ બનાવવા માટે):
  • ૧ – કપ ઘઉંનો લોટ અથવા મેંદા નો લોટ (૧-કપ =૨૦૦ ગ્રામ)
  • ૧ કપ રવો (સૂજી)
  • ૧ ટે.સ્પૂન તેલ
  • ૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર
  • તળવા માટે જરૂરી તેલ
રીત (પુરી બનાવવા માટે) - 1:

  1. લોટ, રવો અને બેકિંગ પાઉડર તેમજ તેલને સરખી રીતે મિક્સ એક વાસણમાં કરી દેવા.
  2. પાણીની મદદથી ( સોડા ના પાણીથી પણ બાંધી શકાય છે) ખૂબજ મસળી અને થોડો પુરીના લોટ કરતાં સખત / કકઠણ લોટ બાંધી દેવો/ગૂંથવો. અને લોટને એક કપડું ધનાકી અને ૨૦ મિનિટ સુધી સેટ કરવા અલગ રાખી દેવો.
  3. ગુંથેલા લોટમાંથી નાના નાના લોઆ/ગોયણા કરી દેવા, અને ત્યારબાદ તણે કપડાથી ધનાકી દેવા (લોટ સૂકાઈ ના જાય તે માટે).
  4. એક લોઆને લઇ અને તેની પુરી ૨” ઈંચ ના વ્યાસમાં વણવી (ગોળાઈમાં).
  5. એક પ્લેટમાં રાખી અને કપડાથી ઢાંકી દેવી, આમ બધીજ પુરી વણી લેવી અને ઢાંકી દેવી.

રીત (પુરી બનાવવા માટે) - 2:

  1. ગુંથેલા લોટના મોટા લોઆ પાડી લેવા અને તણે કપડાથી ઢાંકી દેવા.
  2. એક લોઆ ને લઇ અને તેની ૧૦” થી ૧૨” ના વ્યાસમાં ગોળ વણવું અને ત્યાર બાદ પુરીના માપની એક વાટકી લઇ અને તેમાં ધીરે ધીરે કાપા પાડી દેવા અને કાપા પડી ગયા બાદ, તે પુરી ને કાઢી લેવી અને કપડાથી ઢાંકી દેવી અને વધારાના લોટે લઇ અને બાકી લોટ સાથે ભેળવી/ મિક્સ કરી દેવો.
  3. ધીરે ધીરે બધી જ પુરી બનાવી લેવી અને ઢાંકી દેવી.

રીત (પુરી તળવા માટે):

  1. પાણી પૂરીનો લોટ જ ત્યારે ઝારાની મદદથી રા સખત /કઠણ સામન્ય ઓઉરીના લોટ કરતાં બાંધવો.
  2. જ્યારે તળો ત્યારે ઝારાની મદદથી થોડી દબાવવાથી તે ફૂલશે.
  3. પુરી તેલમાં નાખ્યા બાદ, ઝારાની મદદથી ગરમ તેલ કડાઈમાંથી પુરી ઉપર રેડવાથી તે બન્ને બાજુ જલ્દી તળાઈ જશે અને ફૂલશે. બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.
  4. પુરી જેવી ફૂલે કે તાપ મધ્યમ થી ધીરો કરવો.
  5. બહુ તેજ તાપથી પુરી તળવાથી પણ પુરી નરમ થઇ જશે. અને ગરમ પુરીને પણ ઢાંકવાથી પણ તે નરમ થઇ જાય છે તેથી તેં ખુલ્લી જ રાખવી.
  6. બસ, પાણી પુરી ની તમારી પુરી તૈયાર છે.

સામગ્રી (પાણી બનાવવા માટે):
  • ૧૦૦ ગ્રામ લીલે કોથમીર
  • ૧૦૦ ગ્રામ ફૂદીનો
  • ૪ નાની ચમચી આમલી કે આમ્ચૂરનો પાઉડર અથવા લીંબુનો રસ)
  • ૩-૪ નંગ લીલા મરચા
  • ૧ નંગ આદુ નો કટકો (૧ ઈંચ નો ટુકડો)
  • ૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (જો તમને તીખાશ પસંદ હોય તો)
  • મીઠું સ્વાદઅનુસાર
રીત (પાણી બનાવવાની રીત):

  1. કોથમીર અને ફૂદીના ના પાન ને ચૂંટી અને પાણીમાં ધોઈ ને સાફ કરી લેવા.
  2. બધાજ મસાલા અને ફૂદીના અને કોથમીર ને મિક્સ કરી મિક્સીમાં બારીક પીસી લેવા.
  3. પીસી લીધેલા મસાલામાં ૨ લીટર પાણીમાં મિક્સ કરી દેવું. બસ, તમારી જાતે બનાવેલ પાણી તૈયાર છે.
  4. બસ હવે પાણી પુરી ખાઓ અને ખવડાવો.
સાભાર: http://recipesgujarati.wordpress.com/

0 comments:

Post a Comment